About FATESVAR MAHADEV

My photo
at:arena ta:mangrol dis:junagadh વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય ઇ.સ. 1955 માં થયું છે.જે ખંડિત મૂર્તિ હતીં ઇ.સ.1959 માં શ્રી પ્રગટનાથજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી ઇ.સ.1965 માં પૂ.સ્વામી ગુરુચરણાનંદ તીર્થ ફતેશ્વરમાં બિરાજમાન થયા અને તેમણે ફતેશ્વર સંન્યાસ આશ્રમની સ્થાપના કરી.અને તેમણે અનેક સાધનાઓ કરી. ફતેશ્વર મહાદેવના મંદિર માં મહાશિવરાત્રીના દિવસે મહાપૂજા થાય છે શ્રાવણી અમાસના દિવસે બિલીપત્રથી મહાપૂજા થાય છે તેમજ લીલા નાળિયેરનો શિવજી પર અભિષેક કરવામા આવે છે.ઋષિપંચમીના દિવસે લોકમેળો યોજાય છે..

Monday, 1 October 2012


આજનો જમાનો એટલે આધુનીક ટેકનોલોજી તેમાં પણ જો સંગીતની જો વાત કરીએ તો અત્યારે પોપ રોક જેવા નવા નવા મ્યુજિક આવ્યા છે
આ જમાના માં પણ આ જુનું અને જાણીતું જુના માણસોનું ટપે રમવાનું હજુ અમુક સંસ્કૃતિએ જાળવી રાખ્યું છે માંગરોળથી થોડે દુર ફતેસ્વર
મહાદેવના મંદિર માં દર વરસે ભાદરવી પાંચમનો મેળો યોજાય છે તેમાં દિવસભર જુના માણસો ટપે રમી આખો દિવસ માણસોને મનોરંજન પૂરું પડે છે એટલુ જ નહિ પરંતુ આવા આધુનિક યુગ માં પણ આ સંકૃતિ ને ટકાવી રાખનાર આ લોકો ધન્યવાદ ને પાત્ર છે
ગઈ કાલે એટલે કે તા ૨૦-૦૯-૨૦૧૨ ના રોજ દિવસભર જુના માણસોએ મનોરંજન પૂરું પાડયું હતું




Saturday, 16 June 2012

સ્વ.શ્રી ચરણાનંદ તિર્થ બાપુનો તા.૧૭,૧૦,૧૧ ના રોજ સવારે ૭:૪૫ કલાકે સ્વર્ગવાસ થયો હતો.અને ૧૧:૩૦ કલાકે સાધુ-સંતો દ્વારા તેમને શાસ્ત્રોકત વિધીથી સમાધિ આપવામાં આવી હતી તેનુ સમ્પુર્ણ વિડિયો સુટિગ અહિ પાંચ ભાગ મા આપવામા આવેલ છે




પુરા પાંચ  ભાગ જોવા અહિ ક્લિક કરો 




વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરના બાપુ સ્વ.શ્રી ચરણાનંદ તિર્થ બાપુનો તા.૧૭,૧૦,૧૧ ના રોજ સવારે ૭:૪૫ કલાકે સ્વર્ગવાસ થયો હતો.અને ૧૧:૩૦ કલાકે સાધુ-સંતો દ્વારા તેમને શાસ્ત્રોકત વિધીથી સમાધિ આપવામાં આવી હતી.ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ બાપુને સમાધિ આપી હતી.આમ.આવા મહાન અત્માંનો દેહ પંચમહાભુતોમાં વિલીન થયો.તેમની સમગ્ર વિધિ તેમના કહ્યા મુજબ કરવામાં આવી હતી, આવા મહાન આત્માંને કોટી કોટી વંદન

Sunday, 8 January 2012

FATESVAR-MAHADEV-ARENA



T he fateshwar mahadev temple was established in 1955 ti is came from as a peace of stone .The fateshwar temple was rebuilt in1959 with the help of shree pragatnahji. In 1965 shree swami charanandji declare him self as as priest  of temple he established  sanyasi asram in fateshwar.and then in1969 he got the god.  in1981 swami charanandji gone in to the caves for rebuilt his power near the river narmada and then in 1984 he came again in fateshwar.  In 1984 swamiji rebuilt the temple with the help of reliance. durining 1985 to 1988 swami charanandji stayed in amarkantak turiya asram and  got the help of god. In fateshvar  there was aastvakramaun kutir was built in 1988.



KUTEER -image



shivashtkam


Monday, 17 October 2011

વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરના બાપુ સ્વ.શ્રી ચરણાનંદ તિર્થ બાપુનો તા.૧૭,૧૦,૧૧ ના રોજ સવારે ૭:૪૫ કલાકે સ્વર્ગવાસ થયો હતો.અને ૧૧:૩૦ કલાકે સાધુ-સંતો દ્વારા તેમને શાસ્ત્રોકત વિધીથી સમાધિ આપવામાં આવી હતી.ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ બાપુને સમાધિ આપી હતી.આમ.આવા મહાન અત્માંનો દેહ પંચમહાભુતોમાં વિલીન થયો.તેમની સમગ્ર વિધિ તેમના કહ્યા મુજબ કરવામાં આવી હતી, આવા મહાન આત્માંને કોટી કોટી વંદન

Tuesday, 30 August 2011

maha puja

માંગરોળ તાલુકાના આરેણા ગામના ફતેશ્વર મુકામે તારીખ ૨૯/૮/૧૧ ના રોજ એટલે કે શ્રાવણ માસની અમાસના દિવસે દર વર્ષની પરંપરા અનુસાર શિવજી પર લીલા નાળિયેરનો જલાભિષેક કરવામા આવેલ આ દરમિયાન ઘણા ભકતજનો ને ભાવિકોએ ભાગ્યનુ ભાથું બાંધવા ઉપસ્થિત રહ્યા હતા.સાંજ ઢળતા ધોધમાર વરસાદમાં પણ પરંપરા મુજબ શિવભકતોએ શિવલિંગ પર બિલ્લી પત્ર ચડાવીને મહાપુજા કરી હતી.

blood kemp

‎!તારીખ:૨૯/૮/૨૦૧૧ ના શ્રાવણ માસની અમાસના દિવસે માંગરોળ
તાલુકાના આરેણાના ફતેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવમ ચક્ષુદાન 
બેંક દ્ધારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ મંદિરના
 કાર્યકરો દ્વારા રાખવામાં આવેલ આ બ્લડ કેમ્પમાં 67 વ્યક્તીઓએ બ્લડ
 આપેલ વધુમાં કર્યકરોએ જણાવ્યું હતું કે આરેણામાં દર ત્રણ ચાર
 માસના ગાળામાં એક કેમ્પનું આયોજન થતુ રહે છે અને આરેણા ગામનું
યુવા ગ્રુપ આ મોટા કાર્યમાં પુરો સહયોગ આપતુ રહે છે.આવા સમાજીક કાર્યકરો ધન્યવાદને પાત્ર છે.




Friday, 20 May 2011

fatesvar darshan



shiv stuti

ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.

પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે.

શિવના ત્રિશુળની એક ટોચ પર આખા કાશી વિશ્વનાથની નગરીનો ભાર છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી થતું.

ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે. આ મહિનાના દરેક સોમવારે શિવમૂઠ ચડાવવામાં આવે છે. જે આ પ્રકારે છે-

પહેલા સોમવારે કાચા ચોખા એક મુઠ્ઠી, બીજા સોમવારે સફેદ તલ એક મુઠ્ઠી, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ એક મુઠ્ઠી.

મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે. અને તેમાંય વળી બધા જ વ્રતોમાંથી સોળ સોમવારનું વ્રત ખુબ જ શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક, અને માગશર મહિનાના કોઇ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે. આ વ્રતની સમાપ્તી સત્તરમા સોમવારે સોળ દંપત્તીને ભોજન તેમજ કોઇ બીજું દાન આપીને થાય છે.

શિવની પૂજામાં બીલીપત્રનું ખુબ જ મહત્વ છે. શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કર્યાં છે.
શિવનો અગીયારમો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધું ફળ મળે છે.

Saturday, 7 May 2011